Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વડોદરામાં સતત પડી રહેલ વરસાદના કારણોસર શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી જતા કોર્પોરેશનની કામગીરીનો પર્દાફાશ થયો

વડોદરા:શહેરમાં સતત ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી રહ્યા છે. જેને કારણે કોર્પોરેશન દ્વારા થતી હલકી કામગીરી નો પર્દાફાશ થઇ રહ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેરો અને ઇજારદારઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે ચાલતા ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપો અવારનવાર થતા રહ્યા છે પરંતુ તેમાં કોઈ રાજકીય વ્યક્તિ પણ અવાજ ઉઠાવતા નથી અને તેનો ભોગ પ્રજાને બનવાનો વારો આવે છે.

વડોદરા શહેરમાં સનફારમા રોડ પર અને ગોલ્ડન ચોકડી પાસે સ્થળોએ ભૂવા પડયા હતા. જેમાં કોર્પોરેશન દ્વારા ઇજારદાર અને આપવામાં આવેલા પાણી ડ્રેનેજના કોન્ટ્રાક્ટમાં હલકી કક્ષાની કામગીરીના દર્શન થઈ રહ્યા છે.

(6:12 pm IST)