Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં હત્યા કરી ભાગેલ છૂટેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપ્યો

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં થયેલી હત્યાના ભાગી છૂટેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

સયાજીગંજ વિસ્તારમાં વર્ષ-૨૦૧૫માં હુમલાખોરો દ્વારા કરાયેલી ઘાતકી હત્યાના કેસમાં પોલીસે અસલમ બાબુમીયા શેખ (રહે.પરશુરામ ભઠ્ઠા,મૂળ રહે.સુરેલી ગામ, ઉમરેઠ)ની પણ ધરપકડ કરી હતી.

કેસમાં વર્ષ-૨૦૧૮માં થોડા સમય  માટે છૂટેલો અસલમ શેખ ફરી હાજર નહીં થતા તેની સામે વધુ એક ગુનો નોંધાયો હતો.ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે અસલમને ઝડપી પાડયો છે.

(6:16 pm IST)