Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વડોદરામાં યુવકને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવતા યુગલને પોલીસે ઝડપી પાડ્યું

વડોદરા: શહેરમાં યુવકને હનીટ્રેપમાં ફસાવીને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૃપિયા પડાવતા યુગલને ભાદરવા પોલીસે ઝડપી પાડયું હતું. જામીન પર મુક્ત થવા માટે બંન્નેએ સેશન્સ કોર્ટમાં કરેલી અરજી નામંજુર થઇ છે

ગોત્રી પટેલ ફળિયામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ૨૮ વર્ષના દર્શીલ મહેશભાઇ પટેલનો ફેસબુક પર પૂજા પટેલ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ પૂજા પટેલે યુવકને પોતાના ઘરે બોલાવી સાગરિતોની મદદથી હનીટ્રેપમાં ફસાવી બે લાખની માંગણી કરી હતી. પૂજાના સાગરિતોએ બંન્નેના નગ્ન વિડિઓ ઉતારી લીધા હોઇ તેના આધારે બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ યુવકનો મોબાઇલ ફોન ખૂંચવી લીધા હતા. તેની સોનાની વીંટી પણ લઇ લીધી હતી. ભાદરવા પોલીસે ગુનામાં  પૂજા પટેલનું ખોટું નામ ધારણ કરનાર સલમા સબીરભાઈ સૈયદ ..૩૭ (રહે. શ્રી રેસિડેન્સી મંજુસર, તા.સાવલી, જિ. વડોદરા) તથા તેના સાગરિત  તેમજ બની બેઠેલા પત્રકાર શૈલેષ અશોકભાઈ પંચાલ (રહે. સર્જનમ સોસાયટી, ઘાયજ રોડ તા.પાદરા જિ. વડોદરા)ની ધરપકડ કરી હતી.

(6:16 pm IST)