Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સુરતમાં પેટીએમ કેવાયસી ઓફિસરના બહાને ફોન કરી ભેજાબાજે અડાજણના વેપારીના ખાતામાંથી 2.17 લાખની મતા ચાઉં કરી લીધી

સુરત: શહેરમાં પેટીએમ કેવાયસી ઓફિસર બોલ રહા હું, આપકા કેવાયસી સસ્પેન્ડ હો રહા હે, આપકો કેવાયસી અપડેટ કરના પડેગા એમ કહી ભેજાબાજે અડાજણના વાસણના વેપારીને ક્વીક સ્પોર્ટ ટીમ વ્યુઅર નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી આઇસીઆઇસીઆઇ અને એચડીએફસી બેંક ખાતામાંથી કુલ રૂા. 2.17 લાખની મત્તા ઉપાડી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ અડાજણ પોલીસ મથકમાં નોંધાય છે.

ભાગળ ખાતે જય લક્ષ્મી વાસણ ભંડાર નામે દુકાન ધરાવતા મયુર અરવિંદ શાહ (.. 45 રહે. 101, નોવા એપેક્ષ કોમ્પ્લેક્ષ, સ્નેહ સંકુલ વાડીની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ) પર તા. 31 જુલાઇએ મોબાઇલ નં. 9832275625 પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પેટીએમ કેવાયસી ઓફિસર બોલ રહા હું, આપકા કેવાયસી સસ્પેન્ડ હો રહા હે તો ફીર આપકો ઓનલાઇન કેવાયસી કરકે દેતા હું. મયુરે પોતાના ખાતાનું કેવાયસી વેરીફાઇ છે એમ કહેતા ભેજાબાજે આપકા પેટીએમ 24 ઘંટે મે બંધ હો રહા હે આપકો કેવાયસી અપડેટ્સ કરના પડેગા એમ કહી વિશ્વાસમાં લઇ ક્વીક ટીમ સ્પોર્ટ ટીમ વ્યુઅર નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. પોતાની સાથે ભેજાબાજે કેવાયસી અપડેટ્સ નામે વિશ્વાસઘાત કરનાર વિરૂધ્ધ મયુરે તુરંત સાયબર આશ્વત પર કોલ કરી ફરીયાદ નોંધાવી હતી.

(6:17 pm IST)