Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાંજના સુમારે ફિલ્મી ઢબે બોલેરો ગાડીનો પીછો કરી 70 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલ સમીસાંજના સુમારે ફિલ્મી ઢબે એક બોલેરો કારનો પીછો કરી પાડગોલ નજીક તેને ઝડપી પાડી તેમાંથી રૂા.૭૦ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્શોને ઝડપી પાડયા હતા. મૂળ રાજસ્થાનના બંને શખ્શો સામે પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન રાજસ્થાનથી એક બોલેરો કારમાં વિદેશી દારૂની હેરાફેરી થાય છે અને કાર વિદેશી દારૂની ડીલીવરી આપવા માટે મોરડ ગામે આવનાર હોવાની ગુપ્ત બાતમી એલસીબી પોલીસને મળી હતી.

 મળેલ ગુપ્ત બાતમીના આધારે એલસીબી પોલીસના જવાનો પેટલાદની બાંધણી ચોકડી ખાતે ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની બોલેરો કાર આવી ચઢતા પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ પોલીસને જોતા કારચાલકે પુરઝડપે કાર હંકારી મુકી હતી.

(6:17 pm IST)