Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગાંધીનગર જિલ્લામાં દારૂનું વેચાણ અટકાવવા પોલીસ તંત્ર દોડતું થયું:બાતમીના આધારે રખિયાલ પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી 5.84 લાખનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે  રખિયાલ પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. જેમાંથી વિદેશી દારૂ અને બિયરની 804 બોટલ અને કાર મળી .84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જે સંદર્ભે કારના ચાલક સામે ગુનો નોંધીને દારૂ કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ શરૂ કરી છે

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી દારૂની હેરાફેરી કરતાં વાહનો પકડી રહી છે. ત્યારે રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જીજે-38-બીએ-6992 નંબરની કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે કારને ઝડપી લીધી હતી અને તેમાં તપાસ કરતાં દારૂ બિયરની 804 બોટલ મળી આવી હતી. પોલીસે 84660નો દારૂ બિયર અને પાંચ લાખની કાર મળી .84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(6:18 pm IST)