Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સુરતના પરવત પાટિયા નજીક ઘરખર્ચ પૈસા માટે બે નેપાળી યુવકોએ તસ્કરી કરી:1.84 લાખની મતાની ચોરી કરી રફુચક્કર

સુરત: શહેરના પરવત પાટીયા સીટી પેલેસ કો..સોસાયટીમાં અઠવાડીયા અગાઉ કાપડ વેપારી શ્યામસુંદર ઘીસાલાલ કાબરાના ઘરમાંથી રૃા.1.84 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયેલા બે નેપાળી યુવાનને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.

            ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ હિંમતભાઇ ખીમાભાઇ અને દુર્ગેશભાઈ વાસુદેવભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઇ .રાઠોડ અને ટીમે આજે પુણા અર્ચના સ્કૂલથી આઈમાતા રોડ ડી.આર.વર્લ્ડ મોલ સામેના રોડ ઉપરથી ચોરીની કારમાં જતા ક્રિષ્ણા રમેશબહાદુર પરીયાર (.25. રહે. ઘર નં.480, સીતારામ સોસાયટીડી.આર.વર્લ્ડની સામેપુણા ગામસુરત. મૂળ રહે. નેપાળ) અને મંગલ રમેશ સુનાર (.26.રહે. ઘર નં.150, કમલાપાર્ક સોસાયટીસોમનાથ હોટલ પાસેવરાછાસુરત. મૂળ રહે. નેપાળ) ને ઝડપી પાડી તેમની પાસેથી કારચાંદીના દાગીનાટેબ્લેટકાપડકારની ચાવી અને આર.સી.બુક તેમજ ચોરી કરતા પહેલા બદલેલા સ્પોર્ટ્સ શૂઝ કબ્જે કર્યા હતા.

(6:22 pm IST)