Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સાધુ-સંતો સામે અપશબ્દો બદલ પોલીસ ફરિયાદ થઇ

નર્મદ યુનિવર્સિટીના કુલપતિના નામે ઓડિયો વાયરલ : જે ઓડીયો ફરતો થયો છે તે તેમનો ન હોવાનો કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાએ દાવો કર્યો : ગુપ્તા ફરીવખત વિવાદમાં

સુરત, તા.૧૮ : સુરત : હિન્દુ સનાતન ધર્મ અને સાધુ-સંતોના બ્રહ્મચર્ય ઉપર અભદ્ર ટિપ્પણી કરવાની સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા ફરી એક વખત વિવાદના વમણમાં ફસાયા છે. સંઘના અંત્યત નજીકના ગણાતા કુલપતિ ગુપ્તાના નામે ફરતા થયેલા કથિત ઓડીયોમાં તેઓ એવું સાંભળવા મળી રહ્યું છે કે, તેમને કોઇ સાધુ સંત ઉપર વિશ્વાસ નથી, તમામ ઢોંગી છે. જે અંગે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ઉમરા પોલીસમાં અરજી કરી કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાના નામે ફરતા થયેલા ઓડીયોની યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે. જોકે, શિવેન્દ્ર ગુપ્તાનો સંપર્ક કરતા તેમણે એવું જણાવ્યું હતું કે, જે ઓડીયો ફરતો થયો છે તે તેમનો નથી, અને મુદ્દે તેઓ પોલીસનું શરણું લઇ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા અને વિવાદ જાણે એક સિક્કાની બે બાજુ બની ગઇ છે.

               સતત વિવાદોમાં રેહલા કુલપતિ ગુપ્તાની ટર્મ આગામી ૨૨ ઓગષ્ટના રોજ એટલે કે ગણતરીના દિવસમાં હવે પૂર્ણ થઇ જશે, પણ તે પહેલા તેઓ સાધુ સંતોના અપમાન કરવાના વિવાદમાં ફસાયા છે. બન્યું એવું છે કે, સોશ્યિલ મિડીયામાં વાયરલ થયેલા ઓડિયોમાં કથિત કુલપતિ ગુપ્તા એવું જણાવી રહ્યા છે કે તેમને એકપણ બાબા ઉપર ભરોષો નથી, અને બધા ઢોંગી છે. તેઓ ભારતના સાધુ સંતો અને અમેરિકાના ક્રિમિનલનો આઈક્યુ લેવલ લગભગ ૧૩૦ જેટલો એટલે કે સરખો છે. ઓડિયોમાં કથિત કુલપતિ ગુપ્તા એવું જણાવી રહ્યા છે કેસાધુ સંતોના પ્રવચનોમાં જો એક દોઢ કલાક બેસવામાં આવે તો તમે તમારુ દેવું પણ ભુલી જશો પણ એનેસ્થેસિયા જેવી અસર  ગણતરીની મિનીટોની હોય છે, અને ફરી પાછા લોકો દેવાના કારણે દુુખી થતા હોય છે. ઉપરાંત એમેરીકાના પ્લેબોય મેગેઝીન અને બિલબલ અને સંતની વાર્તાના ઉદાહરણ રજુ કરીને પણ  હિન્દુ સનાતન ધર્મ અને બ્રહ્મચર્યથી લઈને સાધુ સંતો પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

(7:36 pm IST)