Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વલસાડ પારડી ગામમાં ડ્રેનેજના પાણી રસ્તામાં ઉભરાતા રહેવાસીઓ પરેશાન: તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

કોર્પોરેટર તથા નગરપાલિકાના અધિકારીને વારંવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ તાલુકાના વલસાડ પારડી ગામમાં ડ્રેનેજ પાણી રસ્તા ઉપર આવી જતા ગંભીર રોગચાળો ફાટવાની દહેશત ઉઠી છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ વલસાડ શહેર ના વલસાડ પારડી ગામના રહીશો ડ્રેનેજના ગંદા પાણીના કારણે ચિંતા માં મુકાયા છે વલસાડ પારડી ગામ માં છેલ્લા 3 મહિના થી ડ્રેનેજ નું પાણી જાહેર રસ્તામાં ઉભરાતા ગંદકીનો સામનો કરી રહ્યા છે.

વલસાડ પારડી ગામના રહીશો દ્વારા છેલ્લા કેટલા સમયથી પોતાના કોર્પોરેટર તથા વલસાડ નગરપાલિકાના અધિકારી ને વારંવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અને નગરપાલિકા ના માણસો ફક્ત આંટો મારી નીકળી જાય છે એવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. હાલમાં તો વલસાડ પારડી ગામ ના રહીશોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે ડ્રેનેજ ના ઉભરાતા પાણી ની સમસ્યા નો નિકાલ લાવે અને જો ડ્રેનેજ ના પાણી ની સમસ્યાનો નિકાલ ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામા આવી હતી.

(12:39 am IST)