Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

દક્ષિણ સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં બે - ત્રણ દિ' વરસાદી માહોલ

રાજકોટ : હવામાન ખાતાના પૂર્વ અધિકારી શ્રી એન.ડી. ઉકાણીએ જણાવ્યુ હતું કે ચોમાસુ ધીમે - ધીમે નબળુ પડતુ જાય છે. સૌરાષ્ટ્રમાં વરસાદની એકટીવીટી હવે ઘટી રહી છે. હાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા, ભાવનગર, વલ્લભીપુર તેમજ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં બે - ત્રણ દિવસ સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ બની રહી છે. પરંતુ તે હાલના અનુમાન મુજબ ઉત્તર ભારત તરફ ગતિ કરશે. પરંતુ સિસ્ટમ્સના મોસમી પવનોની અસર જોવા મળશે.

(12:43 pm IST)