Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજયની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી

જીટીયુ સંલગ્ન કોલેજોમાં આ વર્ષે અનેક સીટો ખાલી રહેવા સંભાવના : જીટીયુ સંલગ્ન ૨૨ એન્જિનિયરિંગ કોલેજો અને ૧૩ ડિપ્લોમા કોલેજોએ કોર્સ ઘટાડાની મંજુરી માંગી

અમદાવાદ, તા.૧૮: જીટીયુ સંલગ્ન ૨૨ એન્જિનિયરિંગ કોલેજો અને ૧૩ ડિપ્લોમા કોલેજોએ કોર્સ ઘટાડાની મંજુરી માંગી છે. કોર્સ ઘટાડતા ડિગ્રી એન્જિનિયરિંગમાં ૧૮૩૦ જયારે ડિપ્લોમા કોલેજોમાં ૧૧૧૦ સીટો ઘટશે. કોલેજ કલોઝરની વાત કરીએ તો કુલ ૩ જેમાં ગાંધીનગરની બે કોલેજો અને વલસાડની એક કોલેજે બંધ કરવા માટે અરજી કરી છે. ગાંધીનગરની એમબીએ કોલેજ ઓફ બુક બિઝનેસ સ્કુલ, એમસીએની શ્રી જયરામભાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને વલસાડની આર્કીટેકચર કોલેજ લક્ષ્મી ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કીટેકચરે અરજી કરી છે.

કોર્સ કલોઝર જોતા કહી શકાય કે અમદાવાદ સહીત રાજયની કોલેજોમાં ઇસી, ઇલેકટ્રીકલ અને સીવીલ એન્જીનયિરંગ અને પાવર ઇલેકટ્રીકસ, ફેબ્રીકેશન ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓનો રસ ઘટયો છે. GTU સંલગ્ન કોલેજોમાં આ વર્ષે ૫૦ ટકાથી પણ વધુ સીટો ખાલી રહેવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ ન મળતા કોલેજ સંચાલકોને કોલેજ અને કોર્સ બંધ કરવાની ફરજ પડી રહી છે.

(3:41 pm IST)