Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

નાંદોદના ગાડીત ગામમાં સગીર વયની દીકરી પર શારીરિક હુમલો કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત ગામની એક સગીર વયની દીકરી પર ગામના જ યુવાને અસ્લીલ શબ્દો બોલી શારીરિક હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ગાડીત ગામની ૧૬ વર્ષીય સગીરા માતા સાથે ધરે હતી તે વખતે તેના ઘરના આંગણામાં આવી ગામનો યુવાન અનિલ અમરતભાઈ વસાવા મોટે મોટે થી ગમે તેમ બોલતો હોય જેથી સગીરાની માતાએ કોણ બોલે છે તે જોવા માટે તેમની બાળકીને જણાવતા એ ઘરની બહાર આવતા અનિલ ભોગ સગીરા ને જોઈને તને હું રાખવાનો છુ તેવા અસ્લીલ શબ્દો બોલી ફરીયાદીના માથાના વાળ પકડીને બાથમાં લઇ પોતાને ઘરે લઇ જતા સગીરાએ બુમાબુમ કરતા તેની માતા દોડી આવી છોડાવવા જાતા તેમને પણ અનિલે ગમે તેમ ગાળો બોલી સગીરાના પેટમાં લાતો તેમજ મોઢાના ભાગે તમાચા મારી શારિરીક હુમલો કરતા સગીરા ના પિતા ત્યાં દોડી આવતા તેમને જોઈ અનિલ સગીરાને છોડી ભાગી ગયો હતો .રાજપીપળા પોલીસે સગીર બાળકીની ફરિયાદ આધારે અનિલ વસાવા વિરુદ્ધ પોક્સો નો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

(3:58 pm IST)