Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વડોદરાના ભેજાબાજે બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી ડોક્ટયુમેન્ટમાં આધારે લોન લઇ છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં રહેતા યુવકને બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી અપાવવાની લાલચ છે. ભેજાબજે ફરિયાદીના પુરાવા મેળવી ફરિયાદીની જાણ બહાર એકટીવા ખરીદી લોનના હપ્તા ન ચૂકવી છેતરપિંડી આચરવાનો બનાવ મકરપુરા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ભેજાબાજની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના આશરે ફ્લેટ ખાતે રહેતા નિશાંત પટેલ બીકોમમાં અભ્યાસ કરે છે. તેઓનો પરિચય નિતીન ઢોમસે ( રહે -અવિરાજ કોમ્પ્લેક્સ, મહાજનની ગલી, રાવપુરા ) સાથે થયો હતો. આ અરસામાં તેણે નિશાંત પટેલને જણાવ્યું હતું કે, મારી ઓળખાણ છે હું તને બેંકમાં એકાઉન્ટ તરીકે નોકરી અપાવી દઈશ તારા પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ સહિતના રહેણાંક પુરાવા આપવા પડશે. 

જેથી તેને પુરાવા આપ્યા હતા અને રેસકોર્સ ખાતે આવેલ કરોડ વૈષ્ય બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતું. ત્યારબાદ ફાઇનાન્સ કંપનીમાંથી ફોન આવ્યો હતો કે, તમારો એકટીવાનો હપ્તો ક્યારે ભરશો અને સમગ્ર મામલાનો ભાંડો ફૂટયો હતો.

(5:26 pm IST)