Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વડોદરાના પંડ્યા બ્રિજ નીચે પ્રેમીપંખીડાએ ટ્રેન નીચે આપઘાતનો પ્રયાસ કરતા પ્રેમીનું મૃત્યુ: પ્રેમિકા સારવાર અર્થે

વડોદરા: શહેરના પંડયા બ્રિજ નીચે પ્રેમીપંખીડા ગુડ્ઝ ટ્રેનની નીચે પડતું મુકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેમાં પ્રેમી યુવકનું મોત નિપજ્યું છે જ્યારે પ્રેમિકાના બન્ને હાથ કપાઇ જતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટમાં દાખલ કરાઇ છે.

રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરાત્રે પંડયા બ્રિજ નીચે રેલવે લાઇન પરથી એક યુવકનો કપાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો અને થોડે દૂર બંન્ને હાથ કપાઇ ગયેલી હાલતમાં એક યુવતી તરફડતી મળી આવી હતી. યુવતીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

પોલીસ તપાસમા એવી વિગતો બહાર આવી છે કે  મરનાર યુવાન મુકેશ બાબુભાઇ મકવાણા ઉ.વ.૩૬ (રહે. મોટીતરકટ ગામ તા. ગઢડા જિ. બોટાદ) છે. જ્યારે યુવતીનું નામ જીલુ  ભરતભાઇ ભાટિયા ઉ.વ.૨૨ (રહે. બોટાદ) છે.  મુકેશ મકવાણા પરિણીત  છે અને  તેને બે સંતાનો પણ છે. મુકેશને  ૨૨ વર્ષની જીલુ સાથે પ્રેમસંબંધ થઇ જતા બંન્ને ઘર છોડીને ભાગી ગયા હતા. જેથી મુકેશ વિરૃધ્ધ અપહરણનો ગુનો પણ દાખલ થયો હતો. 

(5:27 pm IST)