Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સુરતના સચિન જીઆઈડીસીમાં કારખાનાને નિશાન બનાવી તસ્કરોએ 1.39 લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત: શહેરના સચિન જીઆઇડીસીના રોડ નં. 62 ના પ્લોટ નં. 6221 પર આવેલા વી. એમ કંટ્રોલ નામના ઇલેક્ટ્રીક પેનલ બોર્ડ બનાવવાના કારખાનામાં ગત તા. 5 ની રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. 

તસ્કરોએ કારખાનાની ડાબી બાજુની દિવાલ ઉપરની બારીના સળીયા કાપી અંદર પ્રવેશી તથા પાછળના દરવાજામાં અંદરથી લગાવેલા શટરના તાળા તોડી કારખાનામાંથી કોપરના બસબાર, આર.આર. કેબલ, સ્પ્રેડર સેટ, સ્નાઇડર કંપનીની સ્વીચ, ડી.વી.આર વિગેરે મળી કુલ રૂા. 1.39 લાખની મત્તા ચોરીને રવાના થઇ ગયા હતા. 

કારખાનેદાર રવી જેઠા પટેલ (ઉ.વ. 35 રહે. 704, પ્રસિધ્ધી કોમ્પ્લેક્ષ, જુના જકાતનાકાની બાજુમાં, લેકવ્યુ ગાર્ડનની પાછળ, પીપલોદ) એ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

(5:31 pm IST)