Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

વિરમગામમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને શ્રી દુર્ગા ભવાની સેનાની બેઠક યોજાઇ

સંગઠનનો વ્યાપ અને સેવાના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને શ્રી દુર્ગા ભવાની સેનાના હોદેદારોની સંગઠનની બેઠક યોજાઈ હતી  જેમાં સંગઠનનો વ્યાપ અને સેવાના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ખુશ્બુ શર્મા મહામંત્રી ગુજરાત પ્રદેશ, સતીષ બી ઠાકોર ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ, અમિત શાહ યુવા પ્રમુખ ગુજરાત પ્રદેશ, વિરમગામ શહેર પ્રમુખ ચેતન કંસારા, દશરથભાઈ ઠાકોર, મહેન્દ્ર જાદવ, મનીષ મહેતા, સંજય રામાનંદી, મહેન્દ્ર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા

(8:55 pm IST)