Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ડાંગના પુર્વ ધારાસભ્‍ય મંગળ ગાવિન પેટા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા : કેશરીયા કરી અવનવી વાતો

ડાંગથી : ડાંગ જિલ્લાના માજી કોંગી ધારાસભ્ય મંગળ ગાવીતે પોતાના 500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો  ખેસ ધારણ કરતા ડાંગ જિલ્લા પેટા ચૂંટણીનું સમીકરણ બદલાઈ ગયું છે. ડાંગ નાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણ માં ગરમાટો આવી જવા પામ્યો છે. મંત્રી ગણપત વસાવા , મંત્રી ઈશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી.પટેલ  ની હાજરીમાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે આહવા ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ધારસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવીતે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માથી ટિકિટ માંગી હતી જોકે  ભાજપે મંગળ ગાવિતને ટીકીટ આપી નથી પણ પાર્ટીમાં જોડી કોંગ્રેસનાં  પરંપરાગત મતો પોતાના તરફ કરવાનો રાજકીય દાવ ખેલ્યો છે.

આ પ્રસંગે મંગળ ગાવિતે કૉંગ્રેસ નો હાથ છોડી ભાજપને સાથ આપવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે  કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે રાજ્યમાં ભાજપની સરકાર હોઈ અહીં વિકાસ ન થતો હોવાનું કહી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજરોજ આહવા ખાતે મંત્રી ગણપત વસાવા , મંત્રી ઈશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી.પટેલ તથા ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં ગણપત વસાવા નાં આશીર્વાદ લઈ પોતાના ૫૦૦ જેટલા સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાઈ ને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

ભાજપમાં જોડાયા બાદ મંગળ ગાવીતે જણાવ્યું હતું કે 'મારા ડાંગના વિકાસ માટે હું આજે ભાજપમાં જોડાયો છું, મારી સાથે ડાંગ કૉંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પહેલાં તો પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલને ભાજપમાં જીતાડવાનું લક્ષ્ય છે ત્યારબાદ ઼ડાંગના મારા આદિવાસી ભાઈ-બહેનોના ઉત્થાન માટે જે કામ કરવાના અધૂરાં છે તે પૂર્ણ  કરીશ અને ભાજપમાં રહીને ડાંગનો વિકાસ થાય તે માટે કાર્યરત કરતો રહીશ.

(12:10 pm IST)