Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

શિયાળાનું ધીમા પગલે આગમન :વ્હેલી સવારે અને મોડીરાત્રીના ઠંડીનો અહેસાસ

સવારના સમયે પંખા ધીમા ફરવા લાગ્યાઃ જો કે દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ

રાજકોટ,તા.૧૮: રાજયમાં મેઘરાજા ભરપુર વરસી ગયા. ડેમો છલકાવી દીધા હવે ચોમાસાએ વિદાય લઈ લીધી છે. સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે. દરમિયાન શિયાળાની ઋતુનું ધીમા પગલે  આગમન થઈ રહ્યું છે. વ્હેલી સવારે અને મોડીરાત્રીના ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

રાજકોટ શહેરની જ વાત કરી એ તો દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જયારે મોડીરાત્રીના અને વ્હેલી સવારના ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. પંખા ધીમા ફરવા લાગ્યા છે જયારે જેમ- જેમ દિવસ પસાર થાય છે. તેમ- તેમ ફરી તડકા સાથે ગરમીનો અનુભવ જોવા મળે છે. આમ, હાલ મિશ્ર વાતાવરણથી શર્દી, ઉધરસના કેસો વધવા લાગ્યા છે. આજે શહેરમાં લઘુતમ તાપમાન ૨૨ ડીગ્રી નોંધાયેલ, પવનની ગતિ ૮ કિ.મી. નોંધાયેલ.

હવામાન શાસ્ત્રીઓના મત મુજબ હાલ થોડા દિવસ આવું જ વાતાવરણ રહેશે. બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ ઉદ્ભવી રહ્યું છે જો કે તે ગુજરાતને અસરકર્તા નથી.

(1:00 pm IST)