Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સાંજરોલી ગામમાં ફટાકડા ફોડવા બાબતેની મગજમારી થતા પથ્થર મારી ધમકી આપનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ખાતે દીવાળીની રાત્રે ફટાકડા ફોડતા હતા તે વખતે ગીરીશભાઇ બાબુભાઇ તડવી તથા વિરલભાઇ હરેશભાઇ તડવી ફરિયાદી રાહુલ ચંપકભાઈ તડવીના ઘર પાસેથી પસાર થતા હોય ફટાકડો ફૂટી તેઓ તરફ પડેલ તેની રીસ રાખી અમારા ઉપર ફટાકડો કેમ નાખેલ છે. તેમ કહી ગીરીશભાઇ બાબુભાઇ તડવીએ પથ્થર માથાના પાછળના ભાગે મારી ઇજા કરી તેમજ સંદિપ ભાઇ જગદીશભાઇ તડવીના અને વિરલભાઇ હરેશભાઇ તડવીનાએ ગરદા પાટુનો મારમારી ગમે તેમ ગાળોબોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય ગરુડેશ્વર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(9:53 pm IST)