Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તમામ સ્ટાફનો ફરી કોવિડ ટેસ્ટ થશે ૨૫ નવેમ્બર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થીતિ : નરેન્દ્રભાઈ મોદી અમિત ભાઈ શાહ આવે તેવિ શક્યતાઓ

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર ગત 31મી ઓક્ટોબરના દિવસે PM મોદીની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, એ વખતે કેવડિયા વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા સતત એક અઠવાડિયા સુધી વિવિધ અધિકારીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો હતો. કાર્યક્રમના અંત સુધી લગભગ 18,000 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા, એમાંથી 150 જેટલા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આગમી 25-26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) નજીક ટેન્ટ સિટી-2 ખાતે 80 મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” યોજાવાની છે.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિત દેશની વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભા, લોકસભાના સંબંધિત અધિકારીઓ મળી કુલ 200 જેટલા VVIPની ઉપસ્થિતિમાં કેવડીયા ટેન્ટ સિટી-2 ખાતે કોન્ફરન્સ યોજવા જઈ રહી છે, તો બીજી બાજુ 26મી નવેમ્બરે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાવના હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન હાથ ધરાયુ છે.

18/11/2020થી 28/11/2020 (24×7) દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર સેનીટાઈઝેશન અને કોવિડ ટેસ્ટની કામગીરી હાથ ધરાશે. કેવડિયા રેવા ભવન, શ્રેષ્ઠ ભારત ભવન, VVIP સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની 28 ટીમો દ્વારા કોન્ફરન્સમાં હાજર રહેનારા લોકોનો કોરોના ટેસ્ટ કરશે, એક અનુમાન મુજબ આ વખતે 2000થી 3000 જેટલા લોકોના કોવિડ થશે, આટલી મોટી સંખ્યામાં RTPCR ટેસ્ટ શક્ય નથી જેથી યોગ્ય લાગશે એમના જ RTPCR ટેસ્ટ કરાશે, મોટે ભાગના લોકોના એન્ટીજન કોવિડ ટેસ્ટ થશે, નર્મદા આરોગ્ય વિભાગે રાજ્ય સરકાર પાસેથી 5,000 જેટલી એન્ટીજન કોવિડ ટેસ્ટ કીટ મંગાવી છે.

ફરજમાં નિષ્કાળજી જણાશે તો નોડલ ઓફિસર પર શિક્ષાત્મક કાર્યવાહી થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સેનીટાઈઝેશનની કામગીરી માટે નાંદોદ/ગરુડેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમનને અને કોવિડ ટેસ્ટિંગની કામગીરી માટે નર્મદા જિલ્લા EMO ડો.આર.એસ.કશ્યપની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. આ તમામ કામગીરી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવાની રહેશે અને કામગીરીનું નિરીક્ષણ પણ નોડલ ઓફિસરે કરવાનું રહેશે, કોઈ પ્રશ્ન જો ઉપસ્થિત થયો તો એની સમગ્ર જવાબદારી નોડલ ઓફિસરની રહેશે સાથે સાથે ફરજમાં નિષ્કાળજી જણાશે તો નોડલ ઓફિસર પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાના પણ આદેશ અપાયા છે.

(7:04 pm IST)