Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

23 નવેમ્બરે સ્કૂલ શરૂ કરી શકાશે : રાજ્ય સરકાર દ્વારા શાળા શરૂ કરવા અંગે SOP જાહેર

સોમ,બુધ અને શુક્રવારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને મંગળ, ગુરુ અને શનિવારે ધોરણે 9 અને ધોરણે 11ના વિદ્યાર્થીઓને બોલાવાશેઃ વાલીઓએ તેમના સંતાનોને હાજર રાખવા અંગે લેખિત સંમતિ આપવી પડશે

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા અંગે એસઓપી જાહેર કરી દેવામાં આવી છે. આ એસઓપી હેઠળ સોમ,બુધ અને શુક્રવારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે અને મંગળ, ગુરુ અને શનિવારે ધોરણે 9 અને ધોરણે 11ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. વાલીઓએ તેમના સંતાનોને હાજર રાખવા અંગે લેખિત સંમતિ આપવી પડશે. તેના પછી જ તેઓ સંતાનોને શાળાએ મોકલી શકશે.

(8:20 pm IST)