Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજપીપળા પોલીસે સંતોષ ચોકડી પાસેથી મો.સા.ની સીટ નીચે સંતાડેલ દારુ,બિયરના જથ્થા સાથે 2 ને ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમા દિવાળીના તહેવારના દિવસો ચાલતા હોય નર્મદા પોલીસ વડા હિમકરસિંહ અને ના.પોલીસ વડા રાજેશ પરમારના માર્ગદર્શન અને સૂચના હેઠળ દારૂબંધીના કડક અમલ કરવા માટે પ્રોહીબિશનની પ્રવૃત્તિ સદંતર અટકાવવા માટે રાજપીપળા પો.સ્ટે.ની ટિમ સંતોષ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મો.સા.નંબર GJ22.M.2583ની શીટની નીચે ડેકીમાં બે વ્યક્તિઓ માં સુનિલ કુમાર તથા ઉમેશકુમાર દારૂના હોલ નંગ -૭ તથા કાચના બીયર નંગ -૨ તથા બિયરના ટીન નંગ -૨ મળી રૂપિયા .૨૮૫૦ -તથા અંગઝડતીમાંથી મોબાઈલ નંગ -૦૩ કિ.રૂ .૮૦૦૦તથા રોકડા રૂપિયા .૨૮૦૦ તથા બાઇકનંગ -૦૧ મળી કુલ્લે રૂપિયા . રૂ : ૪૩૬૫૦ના મુદ્દામાલ સાથે દબોચી લેતા ચોરી છુપીથી ગે.કા. ઇગ્લીશ દારૂનુ વેચાણ કરતા વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

(12:48 am IST)