Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગુજરાતમાં HDFC બેંકની MSMEલોન બૂક રૂ.૨૮,૦૦૦ કરોડને પાર

અત્યાર સુધીમાં રાજયમાં ૧.૩૪ લાખથી વધારે એકમોને ધિરાણઃ ૨૫ સ્થળોએ વિસ્તરણ

રાજકોટ,તા.૧૮: ગુજરાતમાં એચડીએફસી બેંકની MSME લોન બૂક રૂ.૨૮,૦૦૦ કરોડના સીમાચિહનનો પાર કરી ગઈ છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં બેંકની ગુજરાત માટેની માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ રૂ.૨૮,૪૩૨ કરોડ હતી. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ના ત્રિમાસિકગાળાની સરખામણીએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ત્રિમાસિકગાળામાં ગુજરાતમાં બેંકની MSME  બૂકમાં ૩૧.૫૧%નો વધારો થયો હતો.

એચડીએફસી બેંકે વર્ષ ૨૦૦૩માં ગુજરાતમાં MSME ને ધિરાણ આપવાનું શરૂ કર્યું હતું. રાજયમાં સંચાલનના છેલ્લાં ૧૮ વર્ષમાં બેંકે ૧.૩૪ લાખથી વધુ ઉદ્યમોને ધિરાણ પુરૃં પાડયું છે અને તેમની વિકાસની યોજનાઓને સમર્થન પુરૃં પાડયું છે.

આ ઉદ્યમોએ ઉદ્યોગસાહસિકતાની ભાવના દર્શાવી છે, જેણે આર્થિક વિકાસની કરોડરજજુની રચના કરી છે. એચડીએફસી બેંકે અત્યાર સુધીમાં ગુજરાત રાજયના ૩૩ જિલ્લાઓને આવરી લઈને ૧૪૬થી વધારે શહેરો અને નગરોમાં MSME  ગ્રાહકોને લોન પૂરી પાડી છે.

ભારત સરકારની ECLGS યોજના હેઠળ, એચડીએફસી બેંકે ૧૨,૨૫૦થી વધારે એકમોને ધિરાણ પુરૃં પાડયું છે. ગુજરાતમાં ECLGS યોજના હેઠળ પૂરાં પાડવામાં આવેલા ધિરાણો રૂ.૧,૯૨૧ કરોડ જેટલા થવા જાય છે.

એચડીએફસી બેંકના બિઝનેસ બેંકિંગ- ગુજરાત અને રાજસ્થાનના હેડ શ્રી મનિષ મોહને જણાવ્યું હતું કે, 'બેંકમાં વિશ્વાસ જાળવી રાખવા બદલ અમે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ. અમે અમારા વિશ્વસ્તરીય ઉત્પાદનોની સાથે તેમની વિકાસયાત્રાના સહભાગી બનવા બદલ ગર્વ અનુભવી રહ્યાં છીએ. અનુ કૂળ નીતિગત માહોલનો લાભ ઉઠાવીને ઉદ્યમી રાજય ગુજરાત MSMEs અને બેંકોને એકસમાન તકો પૂરી પાડે છે. આ જરૂરિયાતોને પૂરો કરવા અમે રાજયમાં વધુ ૨૫ સ્થળોએ વિસ્તરણ કરીશું તેમજ અમારા ડિજિટલ પદચિહનોને પણ વધારીશું.'

(11:37 am IST)