Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

અમરીશ ડેર અમારો મજબૂત લડવૈયો:ગાંધીનગરમાં ભવિષ્યમા અમે ત્રિરંગો લહેરાવીશું : પરેશ ધાનાણી

વડોદરામાં ધાનાણીએ કહ્યુ હતુ કે, મને વિશ્વાસ છે કે ભાજપના સહારે કોઈ વ્યક્તિ રાજકીય આત્મહત્યા નહીં કરે

અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભા ચુંટણી પૂર્વે જ રાજ્ય ભાજપના પ્રમુખ સી. આર. પાટીલના નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જેમાં અમરેલીમાં એક જાહેર કાર્યક્રમમાં સી.આર. પાટીલે કહ્યું હતું કે અમરીશ ડેર માટે જગ્યા ખાલી રાખી છે. તેમના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

જેમાં સી.આર. પાટીલે અમરીશ ડેર મુદ્દે કરેલા નિવેદન પર કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પલટવાર કર્યો છે.વડોદરામાં ધાનાણીએ કહ્યુ હતુ કે, મને વિશ્વાસ છે કે ભાજપના સહારે કોઈ વ્યક્તિ રાજકીય આત્મહત્યા નહીં કરે, અમરીશ ડેર તો અમારો મજબૂત લડવૈયો છે.ત્યારે ગાંધીનગરમાં ભવિષ્યમા અમે ત્રિરંગો લહેરાવીશું

 

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના લોકપ્રિય જનપ્રતિનિધિ ધારાસભ્ય અમરીષભાઈ ડેર અંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષે અમરેલી ખાતે કરેલુ નિવેદન હકીકતમાં ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુસી, ચરમસિમાએ જુથવાદ અને ભાજપાના ચાર જુથોની લડાઈ થી ધ્યાન ભટકાવવા માટેનો કીમીયો છે.

તેમણે વધુમાં કહ્યું કે નવ નિયુક્તી સમયે ભાજપાના અધ્યક્ષે કરેલી જાહેરાતમાં કોંગ્રેસ પક્ષના કોઈ વ્યક્તિ – ધારાસભ્યોને ભાજપમાં લેવામાં નહિ આવ તેવા નિવેદનથી ઉલ્ટા નિવેદન જ બતાવે છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વરિષ્ઠ મંત્રીઓ – વરિષ્ઠ સાથીઓ સાથે થઈ રહેલા અપમાનજનક વ્યવહારથી ભાજપામાં ઊકળતા ચરૂની સ્થિતી છે

.

(12:42 am IST)