Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સુરત જિલ્લાની 16 બેઠકો પર 168 ઉમેદવારોએ ફોર્મ ભર્યા :લીંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો મેદાને

સુરત શહેરમાં સૌથી ઓછા 4 ઉમેદવારો મજુરા બેઠક પર: માંગરોળ અને બારડોલી બેઠક પર 5 ઉમેદવારો

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વખતે ચૂંટણી રસપ્રદ એટલે પણ બની છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જયારે આજે પ્રથમ તબક્કાની બેઠકો પર માટે ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં સુરત શહેર સહિત જિલ્લાની તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં સુરત શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકોના ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે.

 સુરત શહેરની 12 બેઠકો પર 148 ઉમેદવારો ફાઇનલ થયા છે. તેમાં સૌથી વધુ ઉમેદવાર લીંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાને છે. સુરત શહેરમાં સૌથી ઓછા 4 ઉમેદવારો મજુરા બેઠક પર છે. જ્યારે 155 ઓલપાડ વિધાનસભા બેઠક પર 15 ઉમેદવાર, 156 માંગરોળ બેઠક પર 5 ઉમેદવાર, 157 માંડવી બેઠક પર 7 ઉમેદવાર, 158 કામરેજ બેઠક પર 8 ઉમેદવાર, 159 સુરત પૂર્વ બેઠક પર 14 ઉમેદવાર, 160 સુરત ઉત્તર બેઠક પર 9 ઉમેદવાર, 161 વરાછા રોડ બેઠક પર 5 ઉમેદવાર, 162 કરંજ બેઠક પર 8 ઉમેદવાર, 163 લીંબાયત બેઠક પર 44 ઉમેદવાર,164 ઉધના બેઠક પર 10 ઉમેદવાર, 165 મજુરા બેઠક પર 4 ઉમેદવાર, 166 કતારગામ બેઠક પર 8 ઉમેદવાર, 167 સુરત પશ્ચિમ બેઠક પર 10 ઉમેદવાર, 168 ચોર્યાસી બેઠક પર 13 ઉમેદવાર, 169 બારડોલી બેઠક પર 5 ઉમેદવાર અને 170 મહુવા બેઠક પર 3 ઉમેદવારો મેદાનમાં છે.

(9:21 pm IST)