Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાજપનો ઝંઝાવાતી પ્રચાર: પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર 89 જનસભા કરશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જામનગર ગ્રામ્ય, ભરૂચના ઓડપાડ અને સુરતમાં સભા કરશે: શિવરાજ સિંહ ચૌહાણ મોરબી, માંડવી, કચ્છ, ભાવનગરમાં સભાઓ કરશે: યોગી આદિત્યનાથ વાંકાનેર, ભરૂચના ઝધડિયા અને સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર સભા યોજાશે. .

નવી દિલ્હી :  ભાજપ પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર 89 સભા કરશે. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ત્રણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી, અંકલેશ્વર અને રાજકોટ પૂર્વમાં સભા કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રણ સભા કરશે. તેવો જામનગર ગ્રામ્ય, ભરૂચના ઓડપાડ અને સુરતમાં સભા કરશે. જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કુલ 4 સભા કરશે. જ્યારે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની કુલ 4 સભાઓ કરશે. તેમની ચાર સભાઓ માત્ર સુરતમાં છે.

આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની 4 સભા છે. જેવો મોરબી, માંડવી, કચ્છ, ભાવનગરમાં તેમની સભાઓ કરશે. તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કુલ 3 સભા કરશે. તેમની સભા  વાંકાનેર, ભરૂચના ઝધડિયા અને સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાશે.

(10:54 pm IST)