Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ વાન પલ્ટી ખાતા 10 બાળકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં સ્કુલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સ્કૂલવાનને સ્ટાફ બસની ગાડીએ પાછળથી ટક્કર મારી હોવાથી પલટી મારી ગઈ હોવાનુ સામે આવ્યુ છે. સ્કૂલવાન પલટી ખાઈ જતા 10 બાળકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તમામ બાળકો કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે. 

(6:15 pm IST)