Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સુરતના પરવત ગામે બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 1.08 લાખની કિંમતના દાગીના ચોરી છૂમંતર.....

સુરત: શહેરના પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી ડિવોર્સી મોડેલ પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તેની સાથે માતાના ઘરે ઉમરવાડા ખાતે અઠવાડીયા રહેવા ગઈ હતી ત્યારે તેના બંધ ઘરનું તાળું તોડી તિજોરીમાંથી રોકડા રૂ.1.08 લાખ અને સોનાચાંદીના દાગીના મળી રૂ.1.99 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતના પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી 26 વર્ષીય ડિવોર્સી પિંકીબેન દુબે બેલ્જીયમ સ્કવેર ખાતે મોડેલીંગનું કામ કરે છે.તેની સાત વર્ષની પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તે ગત 10 મી ની રાત્રે પોતાના ઘરને લોક મારી ઉમરવાડા નવા કમેલા ખાતે રહેતી માતાના ઘરે રહેવા ગઈ હતી.બીજા દિવસે સવારે 11 વાગ્યે તેના ઘરે પાણીની બોટલ મુકવા આવતા યુવાને ફોન કરી પૂછ્યું હતું કે પાણીની બોટલ અંદર મુકું કે બહાર? આથી પિંકીબેને ઘરે તાળું છે તો બોટલ બહાર મૂકી દે તેમ કહેતા યુવાને તાળું તૂટેલું છે તેમ કહ્યું હતું.તે સમયે જ મકાન માલિકની પત્ની પૂજા નીચે ઉતરતા પિંકીબેને તેને ઘરમાં જઈ તપાસ કરવા કહેતા તેણે અંદર જોયું તો સામાન વેરવિખેર હતો.

ઘરમાં ચોરી થયાની જાણ થતા પિંકીબેન માતા સાથે ઘરે દોડી ગઈ હતી.તસ્કરોએ ઘરનું તાળું તોડી અંદર મુકેલી લોખંડની તિજોરીનો દરવાજો ખોલી ખાનામાં રાખેલા રૂ.91,500 ની મત્તાના સોનાચાંદીના દાગીના અને રોકડા રૂ.1.08 લાખ મળી કુલ રૂ.1,99,500 ની મત્તાની ચોરી કરી હતી.બનાવ અંગે પિંકીબેને ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)