Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વડોદરાના વીઆપીરોડ પર દારૂના ધંધામાં પોલીસની સામે નામ આપવા બાબતે બુટલેગરના ભાઈને ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના વીઆઈપી રોડ ખોડીયાર નગર ખાતે રહેતા પવન તોલાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ મારા ભાઈ કમલ તોલાણીનો રાહુલ સચદેવ સાથે નાણાની લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો. જે બાબતે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમજ મારો ભાઈ કમલ તથા રાહુલ દારૂનો ધંધો કરતા હોય વડુ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં મારા ભાઈ કમલની ધરપકડ થતા તેણે ગુનામાં રાહુલનું નામ કબુલ્યું હતું. જેથી રાહુલે વોટ્સએપ કોલ કરી ધમકી આપી હતી કે, તારા ભાઈએ મારું નામ ખુલતા, હું તારા હાથ પગ તોડી નાખીશ અને તારું પણ દારૂના ધંધામાં નામ દર્શાવીશ. ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે વધુ તપાસ ધરી છે.

(6:15 pm IST)