Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વડોદરા:દુધેશ્વર સોસાયટીમાં ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરનાર ટોળકી બની વધુ સક્રિય:વધુ એક ફરિયાદ

વડોદરા: દૂધેશ્વર સોસાયટી અને સુલેમાની ત્રણ રસ્તા પાસે પાર્ક ઇકો કારમાંથી સાઇલેન્સરના પાર્ટસની ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના આજવા રોડ ઉપર રહેતા ચેતનકુમાર શાહ કપડાની દુકાન ધરાવે છે. 21 સપ્ટેમ્બર ના રોજ દૂધેશ્વર સોસાયટીના નાકા પાસે પાર્ક ઇકો કારના સાઇલેન્સરની અંદર આવેલ રૂ. 30 હજારની કિંમતની પેટી ( મફલર ) ચોરી થયાનું બહાર આવ્યું હતું. તદુપરાંત વાડી વિસ્તારમાં રહેતા મોહમ્મદ ફોજાન સાદુવાલાએ પોતાની ઇકો કાર સુલેમાની ત્રણ રસ્તા પાસે પાર્ક કરી હતી. 19 સપ્ટેમ્બર ના રોજ કારના સાઇલેન્સરની અંદર આવેલ રૂ. 30 હજારની કિંમતની પેટી ( મફલર ) ચોરી થયાનું બહાર આવ્યું હતું.

(6:16 pm IST)