Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સંસદનું શિયાળુ સત્ર 7 ડિસે.થી 29 ડિસેમ્બર સુધી ચાલશે :કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી

અમદાવાદ : સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી હતી  તેમણે કહ્યું કે સંસદનું શિયાળુ સત્ર 7 થી 29 ડિસેમ્બર સુધી ચાલશે.

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કર્યું, ‘સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 23 દિવસમાં 17 બેઠકો થશે. તેમણે કહ્યું કે અમૃત કાલની વચ્ચે સત્ર દરમિયાન કાયદાકીય કામકાજ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની રાહ જોવાઈ રહી છે. ગૃહમાં રચનાત્મક ચર્ચાની રાહ જોઈ રહ્યા છીએ

(12:30 am IST)