Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

વિરમગામ બાર એસોસીએશન અને વિરમગામ તાલુકા બાર એસોસીએશન ચૂંટણી યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ બાર એસોસીએશન અને વિરમગામ તાલુકા બાર એસોસીએશન ચૂંટણી યોજાઇ હતી.વિરમગામ બાર એસોસીએશન પ્રમુખ તરીકે રૂકસાનાબેન એ ગીલાણી સહિત ખજાનચી તરીકે દિપાવલીબેન રાવલ,સહતંત્રી કમલેશ ભંકોડીયા સહિત હોદ્દેદારોની બીન હરીફ વરણી કરવામાં આવી હતી. આજરોજ યોજાયેલ ચૂંટણીમા ઉપપ્રમુખ તરીકે ધરમશીભાઇ ચાવડા અને સેક્રેટરી તરીકે મહેન્દ્રભાઇ રાવલ ચૂંટાયા હતાં. વિરમગામ તાલુકા બાર એસોસીએશન  તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા હતા. વિરમગામ તાલુકા બાર એસોસીએશન  પ્રમુખ તરીકે સમીરભાઇ કે બારોટ અને ઉપપ્રમુખ તરીકે જાકીરભાઇ આઇ પાનસરીયા સહિત હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા હતા. ચૂંટાયેલા સૌ હોદ્દેદારોને શુભકામના સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(10:01 pm IST)