Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

મિતગ્રૂપ ચાણોદના નિલેશભાઈ માછીના જન્મ દિને આશ્રમમાં ફ્રુટ અને નાસ્તાનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ચાણોદ મિતગ્રુપ ના જાગૃત સેવાભાવી નિલેશભાઈ માછીના જન્મ દિવસ નિમિત્તે ચાણોદના બદ્રીકા આશ્રમ તથા નંદેરીયા તથા ચાણોદ ખાતે પરિક્રમા વાસીઓને ફ્રુટ તથા વેફર ની સેવા આપી પરિક્રમા વાસીઓના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. તથા ચાણોદ ના તમામ સભ્યોને આવી રીતે કોઈની સેવા કરી જન્મ દિવસ ઉજવાવા તેમણે આહવાન કર્યું હતું. નિલેશભાઈ ને રાજપીપલા મિતગ્રુપ પ્રમુખ જીગ્નેશ ભાઈ વસાવા અને મિતગ્રુપની ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

(12:39 pm IST)