Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

લો બોલો સુરતથી રેતી ભરવા આવતા આઈવા ટ્રકમાં હવે વિદેશી દારૂની હેરાફેરી...?!

વડીયા જકાતનાકા પાસેથી હાઈવા ટ્રક માંથી બિયરના ૯૬ ટીન સાથે નર્મદા એલસીબી ટીમે એકને ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સુરતથી બોડેલી વાયા રાજપીપળા થઈ રેતી ભરવા આવતી જતી હાઈવા ટ્રકો દ્વારા અવાર નવાર અકસ્માતમાં કેટલાક લોકો મોતને ભેટ્યા છે અને ઘણા ઘાયલ પણ થયા છે છતાં હજુ સુધી આ બાબતે કોઈ ખાસ પગલા લેવાતા નથી ત્યારે હવે આવી કેટલીક હાઈવા ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી બાદ એલસીબી ટીમે બિયરના ટીન સહિતનો મુદામાલ પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.એલસીબીની જાંબાઝ ટીમે પહેલીવાર રેતી ભરીને સુરત જતી ટ્રક માંથી દારૂનો જથ્થો પકડી આવા તત્વોને ખુલ્લા પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી નર્મદા એલસીબી પી.આઈ. અલ્પેશ પટેલની સૂચના મુજબ એલસીબી ટીમના મુનિરભાઈ અને કિરણભાઈ એ મળેલી બાતમીના આધારે વડિયા જકાતનાકા પાસે ચેકીંગ દરમિયાન આઇવા ટ્રક નં GJ.5.BX.7829 ને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી બીયરના ટીન નંગ ૯૬ કિ.રૂ. ૯.૬૦૦, અશોક લેલન આઇવા ટ્રક નં GJ.5.BX7829 કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦ એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ. ૫૦૦૦ તથા રોકડા રૂપિયા ૨૦૦૦ મળી કુલ રૂપિયા ૧૫,૧૬,૬૦૦ નો મુદામાલ એલસીબી એ જપ્ત કરી રાજેશ મફતભાઇ ઓડ(,હાલ રહે.પાલાનગર કામરેજ પોલીસ સ્ટેશનની બાજુમાં કામરેજ ગામ,જી.સુરત) ને આ ગુનામાં પકડી કાયદેસર કાર્યવાહી કરીછે

(12:05 pm IST)