Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજપીપળા અને માંગરોળ સહિત 3 સ્થળો એ લાલચ આપી રૂ.15,600ની છેતરપીંડી કરનાર 3 શખ્સોને પોલીસે દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર સહિત નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં લોટરીના નામે છેતરપિંડી કરતા ત્રણ શખ્શોને રાજપીપળા પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર રાજપીપળા જિન કમ્પાઉન્ડ નજીક એક મહિલાને ઈનામની લાલચ આપી નવ હજાર રૂપિયાની છેતરપિંડી કરી ભાગી ગયેલા ત્રણ ઈસમો ત્યારબાદ રાજપીપળા ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા પ્રવિણ  કુમાર રતનભાઈ પટેલ ને રૂપિયા 3500 ની આજ મોડસ ઓપરેન્ડી થી ઠગાઈ કર્યા બાદ નાંદોદ તાલુકાના માંગરોળ ગામના મહેશભાઇ કાલીદાસભાઇ તડવી પાસેથી રૂપિયા 3100 પડાવી ઈનામની લાલચે આ ત્રણેય પાસેથી કુલ 15,600 રૂપિયા લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા જતાં રાજપીપળા ટાઉન પી.આઈ.મોહનસિંહ ચૌહાણ અને તેમની ટીમે ત્રણ ગઠિયાઓમાં અબ્દુલભાઈ રહીમભાઈ ગુલામનબી દિવાન( રહે.આણંદ કોહીનુર સોસાયટી ) (૨) અફઝલ યાકુબ મેમણ (રહે.ભરૂચ વેજલપુર પારસીવાડ ) (૩) ઇકો ફોરવ્હીલ ગાડી લઇને આવેલ ઇસમ મીનહાજ યુનુસ મન્સુરી) રહે.રણછોડરાય નગર અંક્લેશ્વર સુરતી ભાગોળ) નાઓ ને ગુનામાં વપરાયેલી ઇકો ફોરવ્હીલ ગાડી નંબર GJ15CF4426 સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે

(12:10 pm IST)