Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજપીપળા ખાતે હઝરત કાલુપીર બાવાના ઉર્ષ નિમિત્તે તેમના નામથી કાશીમ મીયાં કાદરી ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માં હઝરત સૈયદ કસીમ મિયાં કાદરી ઉર્ફે કાલૂપીર બાવાના ૩૬માં વાર્ષિક ફાતિહા અને ઉર્ષની દબદબાભેર ઉજવણી કરાઈ હતી ઉપરાંત તેમના નામથી લોક સેવા અને ગરીબોના કલ્યાણ હેતુ કાશીમ મીયાં કાદરી ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન કરાયું હતું.
 આ કાર્યક્રમમાં તેમના પરિવાર સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા ઉપરાંત કસ્બાવાડ થઈ સંદલ શરીફ લઈ અકિદતમંદો તેમના મઝાર ખાતે પોહચ્યા હતા અને તમામ વિશ્વમાં અમન શાંતિ માટે દુવાઓ કરાઈ હતી ઉપરાંત કાશીમ મીયાં કાદરી ફાઉન્ડેશનના ઉદ્ઘાટન પ્રસંગે તમામ ગરીબ જરૂરીયાતમંદ લોકોને આ ફાઉન્ડેશન થકી ખૂબ લાભ મળશે અને લોક હિતના કર્યો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ખલીફ એ શૈખુલ ઇસ્લામ સૈયદ મોહંમદ મિયાં, સૈયદ નુરાની મિયાં , સૈયદ જિલાની મિયાં , સૈયદ સુબ્હાની મિયાં અને મોટી સંખ્યામાં મુરીદો જોડાયા હતા.

(12:12 pm IST)