Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

સુરતના વેડરોડ વિસ્તારમાં ગેસલાઈનમાં ભંગાણ થતા આગ લાગી :રસ્તા પર જતી બે મહિલાઓ દાઝી

આગ લાગતા અફરાતફરીનો માહોલ: આગના કારણે રસ્તો બંધ કરાયો

સુરત : શહેરમાં ફરી એકવાર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સુરતના વેડરોડ વિસ્તારમાં ગેસલાઈનમાં ભંગાણ થતા આગ લાગી  છે  જેમાં રસ્તા પર જતી બે મહિલાઓ દાઝી છે. આ બે મહિલાઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જે બાદ આગ લાગવાના કારણે  રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

(12:40 pm IST)