Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

છોટાઉદેપુર જિલ્લાની વાગલવાડા ગામની પ્રાથમિક શાળાના જર્જરિત વર્ગખંડ ઉતારવાની દરખાસ્ત જુલાઈ -2020માં કરાઈ હતી : ઓગસ્ટમાં મંજૂરી અપાઈ

વાવાઝોડાના અતિ વરસાદના કુદરતી કારણોથી જર્જરિત વર્ગખંડનો નાશ થઇ ગયેલ: વિદ્યાર્થીના અભ્યાસ માટે ૨ કિલોમીટર દૂર વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે

છોટાઉદેપુર જિલ્લાની વાગલવાડા ગામની પ્રાથમિક શાળાના જર્જરિત વર્ગખંડ ઉતારવા અને નવા વર્ગખંડ બનાવવાની દરખાસ્ત જૂલાઇ-૨૦૨૦માં જિલ્લા શિક્ષણ સમિતિને કરવામાં આવેલ છે. તા.૨૪/૦૮/૨૦૨૦ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. તા.૨૧/૦૯/૨૦૨૦ના વાવાઝોડાના અતિ વરસાદના કુદરતી કારણોથી જર્જરિત વર્ગખંડનો નાશ થઇ ગયેલ છે. આ જર્જરિત વર્ગખંડ સામે નવા વર્ગખંડ બનાવવા નાણાંકીય વર્ષ-૨૦૨૧-૨૨ ના બજેટમાં રૂ.૧૮.૩૨/-લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. મંત્રી (શિક્ષણ)ની સૂચના અન્વયે જર્જરિત નાશ પામેલ વર્ગખંડના બદલે વિદ્યાર્થીના અભ્યાસ માટે ૨ કિલોમીટર દૂર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. તથા ત્યાં વિદ્યાર્થીઓને જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલ છે. સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર ખાતાના વડાની કચેરી દ્વારા આ નવા વર્ગખંડ બનાવવાની કામગીરી ટોચ અગ્રતામાં કરવામાં આવી રહેલ છે.

(10:05 pm IST)