Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

નર્મદા જિલ્લામાં પંચાયતની ચૂંટણી માટે તમામ બુથ પર મતદાનની સાધન સામગ્રી પહોંચી

98 સંવેદનશીલ, 12 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર 1500થી વધુ પોલીસ જવાનોની વોચ ગોઠવાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગામેગામ ચૂંટણી પ્રચારમાં જોડાયેલા સરપંચ ઉમેદવારો અને સભ્ય ઉમેદવારોનો જાહેર પ્રચાર હવે શાંત થઇ ગયો છે અને આવાતી કાલે 19 ડિસેમ્બરે 184 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાશે, જિલ્લામાં 535 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે જેમાં 98 સંવેદનશીલ,12 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર 1500થી વધુ પોલીસ જવાનોની વોચ ગોઠવી દીધી છે. નર્મદા વહીવટી તંત્ર પણ બેલેટ પેપરથી મતદાન કરવા 879 સરપંચ સહીત વોર્ડ સભ્યો માટે 3.40 લાખ મત પત્રકો છાપવામાં આવ્યા છે. ચૂંટણી માટે તંત્ર સજ્જ છે અને સૌથી વધુ મતદાન થાય એ માટે પણ તંત્ર જાગૃતિ અભિયાન કરી રહ્યા છે. જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી કુલ ગ્રામ પંચાયત 184ની ચૂંટણી જાહેર થઇ છે જેમાં સમરસ 5 ગ્રામ પંચાયત થતાં 184 ગ્રામ પંચાયત માટે રવિવારે મતદાન થશે. જિલ્લામાં કુલ મતદાન બુથ 535 પૈકી 98 મતદાન બુથ સંવેદનશીલ, 12 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. જ્યા વિશેષ સુરક્ષા મુકવામાં આવી છે. 535 મતપેટીઓ ઉપયોગમાં લેવાશે. બેલેટ પેપરથી થશે મતદાનથશે. ચૂંટણીમાં 1,69,440 પુરુષ મતદારો છે ત્યારે 1,64,574 મહિલા મતદારો છે કુલ 3,45,826 મતદારો નોંધાયેલા છે. આજે સવારે આ તમામ બુથ પર મતદાનની તમામ સાધન સામગ્રી લઈ રવાના થયા હતા

(10:09 pm IST)