Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ખુટાઆંબા ગામ પાસે મોટરસાયકલ પર જતાં યુવાનને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખુટાઆંબા ગામ પાસે મોટરસાયકલ પર જતાં યુવાનને કોઈ અજાણ્યા વાહને અડફ્ટમાં લેતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્ર ભાઈ જનાભાઈ વસાવા( ઉ.વ.૧૭ )મોટરસાયકલ નંબર GJ-22-K -2740 ની લઈ મોવી ખાતે જતો હતો તે વખતે ખુટાઆંબા ગામ નજીક રોડ કોઇ અજાણ્યા વાહન ચાલકે એક્સિડન્ટ કરી તેને શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી નાશી જઈ ગુનો કર્યો હતો ત્યારબાદ ધર્મેન્દ્રને સારવાર માટે લઈ જવાયો હોય જ્યાં દરમ્યાન તેનું મોત થતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:17 pm IST)