Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજપીપળા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા લાઈબ્રેરી હોલમાં પેન્સનર્સ ડે ની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વાર) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા લાઈબ્રેરીના સેંટર હોલ ખાતે 17મી ડિસેમ્બરે મંડળના પ્રમુખ નટવરસિંહ મહિડાના અધ્યક્ષ સ્થાને પેન્શનર્સ ડે ની ઉજવણી કરવમાં આવી હતી

 આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.એ.પી.સીંગ, પ્રિન્સિપાલ, એડિશનલ ચીફ કોંઝોરવેટર ઓફ ફોરેસ્ટ,ગાંધીનગર અતિથિ વીશેષ તરીકે ડો મધુકરભાઈ પાડવી,કુલપતિ બિરસમુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી,રાજપીપળા, અતિથિ વિશેષ તરીકે સૌરભ શર્મા, ચીફ મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રાજપીપળા હાજર રહ્યા હતા,કાર્યક્રમમાં મંડળના વડીલો કે જેમણે 75,85 અને 90 વર્ષ પુર્ણ કર્યા છે તેમનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરેલા દંપતીઓનું પણ સન્માન કરાયું હતું

(10:18 pm IST)