Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ગુજરાત રાજ્‍ય શાળા સંચાલક મંડળના ૧૧ જિલ્લા - શહેર ઘટક સંઘની બેઠક યોજાઇ : સર્વાનુમતે ઠરાવ

રાજ્‍યકક્ષાના બંને મહામંડળ એક બને તેવી અપીલ કરવા સૌ શાળા સંચાલક મિત્રોને અપીલ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા. ૧૯ : ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ-અમદાવાદ સંલગ્ન અને ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ સંલગ્ન સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લા-શહેર ઘટક સંઘના હોદેદારોની તાકીદની બેઠક આજરોજ જેતપુર ખાતે યોજાઈ હતી.જેમા ચર્ચા-વિચારણા થયા મુજબ બંને શાળા સંચાલક મંડળ એક બને અને રાજયના શાળા સંચાલકોના પ્રશ્નોના ઉકેલ માટે કામ કરે તેવા શુભ હેતુથી આ જિલ્લા ઘટક સંઘોએ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળમાં પણ જોડાણ મેળવેલ હતા.

બંને મહામંડળ એક બને તેવા શુભ હેતુથી અગાઉથી નક્કી થયા મુજબ તા.૧૭-૧-૨૦૨૩ના રોજ સુમતિ વિદ્યાલય, ઘાટલોડીયા, અમદાવાદ ખાતે બપોરે ૩ વાગ્‍યે બંને મહામંડળના આગેવાનોએ મનુભાઈ રાવલ અને ભાસ્‍કરભાઈ પટેલ સાથે અગાઉ વાત મુજબ મળવાનુ નકકી થયેલ હતુ.અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ તરફથી અધ્‍યક્ષ દિલીપભાઈ ચૌધરી, ઉપાધ્‍યક્ષ ધવલસિંહ ઝાલા, પ્રમુખ ડો.શંકરસિંહ રાણા, મહામંત્રી ડો.પ્રિયવદન કોરાટ, પૂર્વ મહામંત્રી કનુભાઈ સોરઠીયા વિગેરે બપોરે નિયત સમયે સુમતિ વિદ્યાલયે પહોંચી ગયા હતા.સામાપક્ષે કોઈ આવવાના બદલે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્‍કરભાઈ પટેલે ફોન બંધ કરી દીધેલ, પાછળ ફોન ચાલુ કરતા વારંવાર ફોન કરવા છતા ફોન ઉપાડેલ ન હતો.આમ તેઓ જોડાણ કરવા માંગતા નથી અને અખિલ ગુજરાત રાજય શાળા મહામંડળના હોદેદારોને બેઠક કે,મુલાકાત કરેલ ન હોય, તેઓને શાળા-સંચાલકોના પ્રશ્નો માટે રસ ન હોય, ભાસ્‍કરભાઈ વારંવાર પોતાનુ વલણ બદલતા હોય, મહામંડળના બંધારણને અવગણીને પ્રમુખ તરીકે બેઠા હોય ત્‍યારે આ સંજોગે ૧૧ જિલ્લા-શહેર ઘટક સંઘો આ બાબતને વખોડી કાઢે છે અને બંને મહામંડળ એક બને તે માટ રાજયના શાળા સંચાલક મિત્રોને અપીલ કરવાનુ સર્વાનુમતે ઠરાવે છે તેમ ઠરાવમાં (૧) ડો.પ્રિયવદન કોરાટ-પ્રમુખ-રાજકોટ શહેર ઘટક સંઘ (૨) દિનેશ ભૂવા-પ્રમુખ-રાજકોટ જિલ્લા ઘટક સંઘ (૩) અરૂણભાઈ પટેલ-અમરેલી જિલ્લા ઘટક સંઘ (૪) મહેન્‍દ્રસિંહ ઝાલા-પ્રમુખ-મોરબી જિલ્લા ઘટક સંઘ (૫) નરશીભાઈ માંડવીયા-જૂનાગઢ શહેર ઘટક સંઘ (૬) ઓધવજીભાઈ બોરસાણિયા-પ્રમુખ-જૂનાગઢ જિલ્લા ઘટક સંઘ (૭) ગીરીશભાઈ કારીયા-કા.પ્રમુખ-ગીર સોમનાથ જિલ્લા ઘટક સંઘ (૮) મેસુરભાઈ રાવલિયા-મહામંત્રી-દેવભૂમિ દ્વારકા જિલ્લા ઘટક સંઘ (૯) ઘનશ્‍યામસિંહ ઝાલા-પ્રમુખ-જામનગર શહેર ઘટક સંઘ (૧૦) ભરત નાકરાણી-નાયબ અધ્‍યક્ષ-જામનગર જિલ્લા ઘટક સંઘ (૧૧) કરશનભાઈ મોઢા-મહામંત્રી-પોરબંદર જિલ્લા ઘટક સંઘ સહિત અગીયાર ઘટક સંઘના હોદેદારોની સહીથી સર્વાનુમતે ઠરાવ કરવામા આવ્‍યો છે.

(1:43 pm IST)