Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય ભારતને G-20 કોન્‍ફરન્‍સનું યજમાન પદ મળતા બોર્ડમાં અભિનંદન ઠરાવ

નરેન્‍દ્રભાઇ-ભુપેન્‍દ્રભાઇ આગે બઢો...

 રાજકોટ : આજરોજ મનપાના જનરલ બોર્ડમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ર પૈકી ૧પ૬ બેઠક પર ભાજપનો જવલંત વિજય થતા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને તથા ભારતને મળેલ G-20   કોન્‍ફરન્‍સની ગૌરવ પુર્ણ યજમાનગીરી મળતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને અભિનંદન ઠરાવ કરવામાં આવ્‍યા હતાં.

જેમાં ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના સફળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયની વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી ર૦રર અંતર્ગત રાજયની કુલ ૧૮ર સીટો પૈકી ૧પ૬ સીટોમાં ભારતીય જનતા પાર્ટીએ જવલંત અને ‘ન ભૂતો ન ભવિષ્‍યતિ' કહી શકાય તેવો અભૂતપૂર્વ વિજય મેળવેલ છે. આદરણીય મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ ફરી એક વખત ગુજરાત રાજયની શાસનધુરા સંભાળેલ છે. જે બદલ આજની આ સામાન્‍ય સભા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને ખુબ...ખુબ... અભિનંદન આપ્‍યા હતાં.

જયારે દેશના લોકલાડીલા નરેન્‍દ્રભાઇ મોદીના સફળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ ભારત દેશને ‘વિશ્વગુરૂ' બનાવવાની નેમ સાથે ભારત દેશને વિશ્વના દેશો માટે ખુબ જ અગત્‍યની ગણાય તેવી G-20  કોન્‍ફરન્‍સની ગૌરવપૂર્ણ યજમાનગીરી મળેલ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સફળ નેતૃત્‍વ હેઠળ વિશ્વભરમાં ભારત દેશ વિકાસની નવી ઉંચાઇએ ચોકકસપણે સર કરશે તેવા દ્રઢ વિશ્વાસ સાથે આજની આ સામાન્‍ય સભા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને ખુબ...ખુબ... અભિનંદન પાઠવ્‍યા હતાં.

આ બોર્ડમાં ઉપરોકત બે અભિનંદન ઠરાવ થતા સૌ ઉપસ્‍થિત સભ્‍યોએ પાટલી થપ થપાવી નરેન્‍દ્રભાઇ-ભુપેન્‍દ્રભાઇ તુમ આગે બઢો, હમ આપ કે સાથ હૈ ના નારા લગાવ્‍યા હતાં

(4:05 pm IST)