Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

અમદાવાદના ગોતામાં યંત્ર ચિન્હ પર રમાડતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા :9 આરોપીઓને 1,97 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા

યંત્રના ચિન્હ પર રૂપિયા લગાડી દસ ગણા રૂપિયા મળે તેવો જુગાર રમાડાતો હતો

અમદાવાદના ગોતામાં નવદુર્ગા શોપિંગ સેન્ટરમાં દુકાન રાખીને યંત્રના ચિન્હ ઉપર જુગાર રમાડાતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જુગાર રમાડનાર નરેન્દ્ર ઠક્કર સહિત 9 શખ્સની ધરપકડ કરી છે. રોકડ, ટીવી, મોબાઇલ, ટુ વ્હિલર સહીત રૂપિયા 1.97 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. યંત્રના ચિન્હ પર રૂપિયા લગાડી દસ ગણા રૂપિયા મળે તેવો જુગાર રમાડાતો હતો. અગાઉ પણ ખાડીયા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને આ પ્રકારનો જુગાર રમાડનારાઓ સામે કેસ કરવામાં આવ્યો છે.

(7:10 pm IST)