Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

અમદાવાદ રેન્‍જમાં બ્રજેશ ઝા, બોર્ડર રેન્‍જમાં કચ્‍છ એસ.પી. મહેન્‍દ્ર બગડીયા વિગેરેની પસંદગી

ચૂંટણી પંચના આદેશથી રાતોરાત જેમને ચાર્જ છોડવેલ તેવા આઇપીએસ અધિકારીઓનો ચાર્જ આ આઇપીએસ સંભાળશે : અમદાવાદ શહેરમાં જે ચાર્જ અપાયા તેની વ્‍યવસ્‍થામાં સેકટર વનનો ચાર્જ ટ્રાફિક એડી સીપી એન એન ચૌધરીને ડીસીપી ક્રાઇમનો ચાર્જ અજિત રાજીયાનને, ઝોન વન ચાર્જ તરુણ દુગ્‍ગલને, અમદાવાદ રેન્‍જ જેવી મહત્‍વની જગ્‍યા ખાલી ન રહે તે માટે દેશના સહુથી સિનિયર આઇજી બ્રજેશ ઝાને મૌખીક આદેશથી અપાયેલ ચાર્જ વિધિસર સુપ્રત : સુરતની ક્રાઇમ બ્રાન્‍ચના એડી. સીપી શરદ સિંઘલ અને ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી પાસે ખૂબ મહત્‍વની તપાસ હોય, તપાસના હિતમાં તેમના ઓર્ડર પેન્‍ડિંગ રાખવા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત, ભૂતકાળમાં અમદાવાદમાં તત્‍કાલીન ક્રાઇમ બ્રાન્‍ચ વડા પ્રેમવીરસિહ માટે થયેલ રજુઆત ચૂંટણી પંચે મંજૂર રાખેલ.

રાજકોટ, તા.૧૯: ગુજરાત પોલીસ તંત્રના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત લોકસભાની ચૂંટણીની જાહેરાત અને આચારસહિતાનાં અમલ થયા સુધી ત્રણ વર્ષ એક સ્‍થાને પૂર્ણ કરનાર અને વતનના જિલ્લામાં ફરજ બજાવતા ૧૦ જેટલા આઇપીએસ અધિકારીને ડેડ લાઇન બાદ વારંવાર સમય આપ્‍યા બાદ કોઈ અકળ કારણોસર બદલીઓ નહિ કરતા કેન્‍દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ આવી વ્‍યાખ્‍યામાં આવતા આઈપીએસ અધીકારીઓને આચારસહિતા લાગતા સાથે જ ચૂંટણી પંચ દ્વારા તેમને તાકીદે ચાર્જ છોડવા આપેલ આદેશના પગલે પગલે જગ્‍યાઓ ખાલી ન રહે અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિને અસર ન કરે તે માટે અન્‍ય આઈપીએસ અધીકારીઓને ચાર્જ સુપ્રત કરવામાં આવેલ છે.

અમદાવાદ રેન્‍જ આઇજી પ્રેમવીર સિહ જેમનો અમદાવાદ શહેર અને સંસદીય મત વિસ્‍તારની વ્‍યાખ્‍યા મુજબ ૫ વર્ષ જેટલો સમય ગાળો થાય છે તેમનો ચાર્જ એજ રાતે મૌખિક હુકમથી દેશના સહુથી વધુ સિનિયર આઇજી બ્રજેષ ઝાને સુપ્રત થયેલ વિધિસર હુકમ કરી યથાવત રાખવામાં આવ્‍યો છે.                            

સરહદી વિસ્‍તાર બોર્ડર રેન્‍જ આઇજી જે આર. મોથલિયાએ પણ ત્રણ વર્ષ પૂર્ણ કરતા તેમનો ચાર્જ કચ્‍છ પશ્‍ચિમનાં એસપી મહેન્‍દ્ર વાગડીયાને સુપ્રત કરવામાં આવ્‍યો છે.

અમદાવાદમાં સેકટર ૧ વડા તરીકે ફરજ બજાવતા ચિરાગ કોરડીયાનો ચાર્જ અમદાવાદનાં ટ્રાફિક એડી.સીપી એન.એન. ચૌધરીને સુપ્રત કરવામાં આવ્‍યો છે. અન્‍ય જે ચાર્જ અપાયા છે તેની વિગત આ મુજબ છે. ડીસીપી ક્રાઇમ ચૈતન્‍ય માંડલિકનો ચાર્જ સાયબર ક્રાઇમ ડીસીપી અજિત રાજિયનને સોંપાયો છે.

ઝોન ૧ ડીસીપી લવીના સિંઘનો ચાર્જ ઝોન ૭ ડીસીપી તરૂણ દુગ્‍ગલને સોંપવામાં આવ્‍યો છે.

એસઆરપી ગ્રુપ ચારના કમાન્‍ડર મનીષ સિંઘનો ચાર્જ એસઆરપી ગ્રુપ ૪ના ડીવાયએસપીને સોંપવામાં આવ્‍યો છે.

સુરતના એડી પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ અને સુરત ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી રૂપલ સોલંકી પાસે ખૂબ મહત્‍વની તપાસ હોય અને આ બન્નેને ત્રણ વર્ષના નિયમોમાંથી મુક્‍તિ આપવા કેન્‍દ્રીય ચૂંટણી પંચને દરખાસ્‍ત મોકલવા તૈયારીઓ ચાલતી હોવાનુ સૂત્રો જણાવે છે, એક અન્‍ય મહિલા આઈપીએસને પણ તેમની પાસે આર્થિક ગુન્‍હાઓ લગત મહત્‍વની તપાસ હોવાથી તેમને પણ ત્રણ વર્ષના નિયમમાંથી મુક્‍તિ આપવા રજૂઆત થનાર હોવાનું ટોચના સૂત્રો જણાવે છે, ભૂતકાળમાં હાલના અમદાબાદ રેન્‍જ આઇજી પ્રેમવીર સિંહ કે જેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ વડા હતા ત્‍યારે મુક્‍તિ આપવામાં આવેલ તે જ લાઇન પર મુક્‍તિ આપવા રજુઆત કરવામાં આવશે, ભૂતકાળમાં ધારાસભા ચૂંટણી સમયે આઇપીએસ પ્રેમ વીર સિંહને મુક્‍તિ પણ આપી હતી તે પણ હક્કીકત છે.

એસઆરપી ગ્રુપ ૧૧ના કમાન્‍ડર ઉષા રાડાનો ચાર્જ એસઆરપી ગ્રુપ ૧૧ના ડીવાયએસપીને સોંપવામાં આવ્‍યો.

(4:52 pm IST)