Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

માલધારી સમાજ પશુ નિયંત્રણ બિલ મામલે આક્રમક : માલધારી સમાજનો રાજય વ્‍યાપી વિરોધ કરવાનો મજબૂત કાર્યક્રમ : બીલ જ રદ કરી નાખવાની માંગણી

અમદાવાદ :   રખડતા ઢોરના કારણે શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ બનતી હતી. આ ઘટનાઓની કોર્ટે પણ ગંભીરતાથી નોંધ લીધી અને સરકારને જરૂરી પગલાં ભરવા ટકોર કરી. જે બાદ સરકારે એક નવા બીલની રચના કરી.

જોકે બીલના વિરોધને પગલે હાલ બિલ મુલતવી રાખવામાં આવ્યું છે. જોકે તેમ છતાં પણ માલધારી સમાજે  તેમનું આંદોલન  યથાવત રાખ્યું છે. કેમ કે માલધારી સમાજની માંગ છે કે નવું બિલ રદ થવું જોઈએ. કેમ કે તે બિલથી ગૌચર અને ગોપાલકને નુકશાન છે.

માલધારી મહાપંચાયત આંદોલન સમિતિની લડત ચાલું

રખડતા ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માગને લઈ માલધારી મહાપંચાયત આંદોલન સમિતિએ આજે રાજ્ય વ્યાપી ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં રાજ્યના દરેક શહેર અને જિલ્લામાં માલધારી સમાજે કલેકટર કચેરી પાસે ધરણા કર્યા અને પોતાનો વિરોધ દર્શાવ્યો. જેમાં અમદાવાદ ખાતે કલેકટર ઓફીસ પાસે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ અને રઘુ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં હાજર સમિતિના પ્રવક્તા અને આગેવાન નાગજી દેસાઈનું નિવેદન આપતા કહ્યું કે નવું બિલ રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. કેમ કે નવું બિલ ઉદ્યોગપતિ અને બિલ્ડરોને ફાયદો કરાવતો હોવાના આક્ષેપ કર્યા. તેમજ ગૌચર જમીન અને ગોપાલકને બચાવવાની માંગ સાથે તેઓએ રજુઆત કરી છતાં કઈ ન થતા આંદોલનનો રસ્તો પકડવો પડ્યો હોવાનું જણાવ્યું. નાગજી દેસાઈએ પણ જણાવ્યું કે સરકારે જ 2300 ગામમાં ગૌચર જમીન નહિ હોવાની કબૂલાત કરી હતી. જે મોટી બાબત છે. તેમજ 156 ગામ અને નાના શહેરને નવા બિલમાં ન ભેળવવાની માંગ સાથે વિરોધ વિકાસને આવકાર્યો પણ નવા બીલથી ગૌચર અને ગોપાલકને પડતી હાલાકીને લઈને આંદોલન શરૂ કર્યાનું જણાવ્યું. તેમજ આજે રાજ્યવ્યાપી ધરણા કરી વિરોધ પ્રદર્શન કરી આવતીકાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે માલધારી સમાજ વિરોધ નોંધાવશે તેવી જાહેરાત પણ કરી.

કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય રઘુ દેસાઈએ નિવેદન આપતા કહ્યું કે કાયદો મોફુક નહિ પરંતુ રદ થવો જોઈએ. તેમજ આજે માલધારી આંદોલનની ટીમ મુખ્યમંત્રીને રજુઆત કરશે. જે બાદ આગામી કાર્યક્રમ નક્કી કરાશે. વધુમાં એ પણ જણાવ્યું કે શહેરી વિસ્તારમાં ઢોર માટે શું વ્યવસ્થા કરવી એના સૂચનો આપીશું. નષ્ટ થયેલ ગૌચર ભૂમિ તેને નિયત કરવામાં આવે. નંદી હોસ્પિટલો અને સરકારી ગૌશાળા ની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. મુંબઈ આર.એ કોલોની જેવી ગુજરાતમાં પણ વ્યવસ્થા થાય તે બાબતે પણ ચર્ચા કરાશે.

તો લાખાભાઇ ભરવાડે નિવેદન આપતા કહ્યું કે રદ કરેલ કાયદો કાયમી રદ થતો હોય છે, મોફુકી બાદ ફરીવાર અમલવારી થતી હોય છે જે ન થવુ જોઈએ. નવી ટીપીમાં ગોપાલકો માટે રિઝર્વ જગ્યા રાખવા માંગ. નવા શહેરીકરણમાં ગોપાલકો માટે જગ્યા રિઝર્વ રાખવા માંગ કરાઈ છે.

(11:12 pm IST)