Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અમદાવાદ કોર્પોરેશનમાં રમેશ મેરજાનો દબદબો : ૨૦ વિભાગોનો હવાલો સુપ્રત

રાજકોટ સાથે આત્‍મીય નાતો : ડે. કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્‍યો

રાજકોટ તા. ૧૯ : પાટણના જિલ્લા વિકાસ અધિકારી પદેથી બદલી થઇને અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર તરીકે નિમણુંક પામેલા શ્રી રમેશ મેરજા (આઇ.એ.એસ.)એ નવી જગ્‍યાએ કાર્યભાર સંભાળી લીધો છે. તેમની કચેરી મહાનગરપાલિકાની મુખ્‍ય કચેરી દાણાપીઠ એલીસબ્રિજ ખાતે જ રહેશે. તેમને ૨૦ જેટલા મહત્‍વના વિભાગોની જવાબદારી સોંપાયેલ છે.

શ્રી રમેશ મેરજાને જે મહત્‍વના પ્રોજેકટ કે વિભાગ સોંપાયા છે તેમાં અમૃત, જેએનયુઆરએમ, રોડ, પુલ, બિલ્‍ડીંગ, ટ્રાફિક અને સિગ્નલ, પાણી - ગટર, જળસંગ્રહ, એસ.ટી.પી, એન.આર.સી.પી. અને ટી.સી.આઇ.ડી.એસ., સેન્‍ટ્રલ લેબોરેટરી, ૧૦૪ સેવાનું સંચાલન, કોવિડ કેર સેન્‍ટર, ચૂંટણી, સી.એન.સી.ડી., સી.એમ. સ્‍વાગત વગેરેનો સમાવેશ થાય છે. ચોમાસુ, ચૂંટણી વગેરેને ધ્‍યાને લેતા આ કામગીરી ખૂબ મહત્‍વપૂર્ણ ગણાય છે. શ્રી મેરજા પર અભિનંદન વર્ષા (મો. ૯૯૦૯૫ ૦૧૫૦૧) થઇ રહી છે.

(11:47 am IST)