Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

કોંગ્રેસના પોરબંદરના ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી પ્રચાર માટે લોકોને પૈસા આપવા અપીલ કરી

લલિત વસોયાએ ફંડ માટે પોતાનું બેંક એકાઉન્ટ નંબર અને સ્કેનર દ્વારા મતદારો પાસે ફંડ માગ્યું : તેઓએ કહ્યું કે, હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી રૂપિયા માંગુ છું

અમદાવાદ : લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના પોરબંદરના લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ વીડિયો જાહેર કરીને વોટ સાથે નોટની માંગણી કરી છે. તેઓએ સોશિયલ મીડિયા પર આર્થિક સહયોગ આપવાની વિનંતી કરી છે. આ સાથે જ તેઓએ ધારાસભ્ય હતા, ત્યારે લોકહિતના કરેલા કામોની પણ માહિતી મતદારોને આપી હતી

   લલિત વસોયાએ ફંડ માટે પોતાનું બેંક એકાઉન્ટ નંબર અને સ્કેનર દ્વારા મતદારો પાસે ફંડ માગ્યું છે. તેઓએ કહ્યું કે, હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી રૂપિયા માંગુ છું. હું 26 બેઠકમાંથી 52 ઉમેદવારમાંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું. આથી તેમણે વોટની સાથે-સાથે આર્થિક સહયોગ કરવા માટે એક રૂપિયાથી માંડીને જે ક્ષમતા હોય તે પ્રમાણે આર્થિક સહાય આપવાની માંગ કરી છે. 

   
(6:34 pm IST)