Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ક્ષત્રિય સમાજનુ નવુ સુત્ર "મત એ જ શસ્ત્ર " કાલથી રાજ્યભરમાં વિરોધ :દરરોજ એક જિલ્લામાં પ્રતીક ઉપવાસ, તમામ 26 બેઠકો પર ભાજપને હરાવવાના પ્રયત્નો કરાશે

વિરોધ કરવા માટે યુવાનની એક અલગ કમિટી બનાવવામાં આવશે,: કાલે ફરી એકવાર ક્ષત્રીય સમાજના આગેવાનો રાજકોટ આવશે:દરેક જિલ્લામાં પ્રવક્તાની નિયુક્ત કરાશે : રાજ્યના પાંચ ઝોનમાં અલગ અલગ પાંચ ધર્મરથ પણ કાઢવામાં આવશે: ક્ષત્રિય આગેવાનોએ આજે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી

અમદાવાદ ખાતે રાજ્યભરમાંથી ભેગા થયેલા ક્ષત્રિય આગેવાનોએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ કાલથી રાજ્યભરમાં વિરોધ કરવામાં આવશે.

 દરરોજ એક જિલ્લામાં પ્રતીક ઉપવાસ, સાત દિવસ સુધી રાજપુત સમાજની બહેનો દ્વારા પણ પ્રતિક ઉપવાસ કરાશે. તમામ 26 બેઠકો પર ભાજપને હરાવવાના પ્રયત્નો કરાશે, ક્ષત્રિય સમાજનું નવું સૂત્ર "મત એ જ શસ્ત્ર". વિરોધ કરવા માટે યુવાનની એક અલગ કમિટી બનાવવામાં આવશે, આવતીકાલે ફરી એકવાર ક્ષત્રીય સમાજના આગેવાનો રાજકોટ આવશે. દરેક જિલ્લામાં પ્રવક્તાની નિયુક્ત કરવામાં આવશે, કાળા વાવટા ન ફરકાવવા દેવા મુદ્દે PIL કરાશે,રાજ્યના પાંચ ઝોનમાં અલગ અલગ પાંચ ધર્મરથ પણ કાઢવામાં આવશે

સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા 19 એપ્રિલ ના રોજ થયેલ જાહેરાત મુજબ
▪️૨૬ લોકસભા સીટ ઉપર ભાજપ નો જાહેર મા વિરોધ જાહેર કરી & વિરૂદ્ધ મા સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવુ.
(દુશ્મન નો દુશ્મન આપણો દોસ્ત ની નીતિ અપનાવી)
▪️ ગુજરાત ના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધ મા મતદાન કરાવવા સર્વ સમાજ ને આહવાન કરવું.
▪️ભાજપ ના જાહેર સભાઓ મા કાળા વાવટા ની જગ્યા એ હવેથી ભગવા (કેસરિયો) ઝંડા થી વિરોધ કરવો
▪️મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસ નો ક્રમિક પ્રતિક ઉપવાસ ઉપર બેસવું.
▪️ દરેક જિલ્લાઓ ની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમ થી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવા.
▪️ ગુજરાત ના 5 ઝોન મા 22 એપ્રિલ થી ધાર્મિક સ્થળ થી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકો ને જાગૃત કરવા.
▪️દરેક ગામડા / શહેર મા બુથ આયોજન કરીને ભાજપ વિરૂદ્ધ મા વધારે મતદાન કરાવવું
▪️7 મે મતદાન દિવસ સુધી ક્ષત્રિય સમાજ ના લાખો લોકો ની ઊર્જા અને ઉત્સાહ ચેતનમંય રહે એ માટે ભાજપ વિરૂદ્ધ મા સતત કાર્યક્રમો આપતા રહેવા.
▪️માત્ર ગુજરાત નહિ પણ સમગ્ર ભારત ના રાજ્યો સુધી આ આંદોલન પહોચાડવામા આવશે
રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ - ગુજરાત
 

   
(7:30 pm IST)