Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગુજરાતમાં મ્યુકરમાઈકોસીસ રોગના દર્દીઓને સરળતાથી ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા કરો: એસટી નિગમના પૂર્વ ડીરેક્ટરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી : ગુજરાતમાં વર્તમાન સમયે મ્યુકરમાઈકોસીસના કેસો વધી રહ્યા હોય ત્યારે દર્દીઓને સરળતાથી સારવાર માટે ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે

   ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પૂર્વ ડીરેક્ટર બીપીનભાઈ દવેએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે કોરોના મહામારી બાદ હાલ રાજ્યમાં મ્યુકરમાઈકોસીસ રોગે માથું ઉચક્યું છે જે રોગના દર્દીઓ માટે રાજકોટ અને અમદાવાદ ખાસ વોર્ડ તૈયાર કાર્ય છે પરંતુ ઓપરેશનમાં ખુબ વેઈટીંગ હોય છે જેથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
હળવદ તાલુકાના ૧૦થી વધુ પીડિત દર્દીઓ છે રોગની સારવાર માટે એક ઇન્જેક્શન કીમત રૂ ૬૫૦૦ થઈ ૮૦૦૦ સુધી આશરે છે પરંતુ માન્ય કંપનીના ઇન્જેક્શન મળતા નથી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન અને અન્ય ખર્ચ થાય છે જે ખર્ચ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પહોંચી વળે તેમ ના હોય જેથી દરેક જીલ્લામાં સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે

(6:46 pm IST)